નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) ની સંસદમાં વિંગ કમાન્ડર અભિનંદનનો ઉલ્લેખ થયા બાદ હવે પડોશી દેશની પૂરેપૂરી પોલ ખુલી ગઈ છે. ખુદ પાકિસ્તાની સાંસદે દાવો કર્યો છે કે કેવી રીતે પાકિસ્તાને ડરના કારણે અભિનંદનને છોડ્યો. હવે આ કબૂલનામા પર ભારતીય વાયુસેનાના પૂર્વ પ્રમુખ બીએસ ધનોઆએ પ્રતિક્રિયા આપી છે. જ્યારે બાલાકોટ એરસ્ટ્રાઈક થઈ હતી ત્યારે બી એસ ધનોઆ જ વાયુસેનાના ચીફ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીએસ ધનોઆએ કહ્યું કે અભિનંદનના પિતાને અમે વચન આપ્યું હતું કે અમે તેને પાછા લાવીશું. અમને 1999ની ઘટના યાદ છે. જ્યારે પાકિસ્તાને છેલ્લી ઘડીએ દગો કર્યો હતો, આથી અમે સતર્ક હતા. પૂર્વ વાયુસેના પ્રમુખે કહ્યું કે મેં અભિનંદનના પિતા સાથે કામ કર્યું છે. 


સુશાંત કેસ: CBI એ રિયાના દાવાની ધૂળ કાઢી, મુંબઈ પોલીસની પણ ઝાટકણી કાઢતા કહ્યું કે...


પાકિસ્તાની સાંસદના કબૂલનામા પર બી એસ ધનોઆએ  કહ્યું કે જે પ્રકારે તેઓ નિવેદન આપે છે કે તેનું કારણ તે સમયે ભારતીય વાયુસેનાની જે પોઝિશન હતી તે છે. તે વખતે ભારતીય વાયુસેનાની પોઝિશન ખુબ એગ્રેસિવ હતી. અમે એવી સ્થિતિમાં હતા કે તેમની આખી બ્રિગેડને ખતમ કરી શકીએ તેમ હતા અને પાકિસ્તાન એ વાત જાણતું હતું. 


કોરોના વેક્સીનને લઈને પ્રધાનમંત્રી મોદીએ કરી મોટી જાહેરાત


બીએસ ધનોઆએ કહ્યું કે બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન પર કૂટનીતિક અને રણનીતિક રીતે ખુબ દબાણ હતું. તેમને ખબર હતી કે જો લાઈન ક્રોસ કરી તો તેનું પરિણામ ભોગવવું પડી શકે છે. 


Corona Update: ભારતમાં કોરોનાના દર્દીઓ 80 લાખને પાર, જો કે સતત વધી રહ્યો છે રિકવરી રેટ


શું ખુલાસો કર્યો પાકિસ્તાની સાંસદે?
ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન(Abhinandan Varthaman)ને પાકિસ્તાને (Pakistan) માત્ર એટલા માટે છોડી નહતા મૂક્યા કારણ કે તેઓ ભારત સાથે સંબંધ બગાડવા નહતા માંગતા. પરંતુ તેમને ડર હતો કે ભારત તેમના પર એટેક કરી દેશે. અભિનંદનની ઘર વાપસીના લાંબા સમય બાદ પાકિસ્તાની સાંસદ અયાઝ સાદિકે(ayaz sadiq) ઈમરાન ખાન સરકારના ડરનો ખુલાસો કર્યો છે. 


છોડી દેવો જોઈએ
અયાઝે દાવો કર્યો કે અભિનંદનના છૂટકારાને લઈને પ્રધાનમંત્રી ઈમરાન ખાન(Imran Khan)  અને વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશી(Shah Mahmood Qureshi) દહેશતમાં હતા. કુરેશીએ તો એટલે સુધી કહ્યું હતુ કે ભારત પાકિસ્તાન પર એટેક કરવાનું છે અને આથી અભિનંદનને છોડી મૂકવો જરૂરી છે. 


મુંગેરમાં બબાલ વધી, લોકોએ SP ઓફિસમાં તોડફોડ કરી, ગાડીઓ ભડકે બાળી


ઈમરાન ખાન નહતા આવ્યા બેઠકમાં
અયાઝે સંસદમાં પોતાના ભાષણમાં સરકારને નિશાન બનાવતા કહ્યું કે કુલભૂષણ માટે આપણે વટહુકમ લઈ આવ્યા નથી. કુલભૂષણને જેટલી આ હુકૂમતે એક્સેસ આપી એટલી અમે આપી નહતી. તેમણે કહ્યું કે 'અભિનંદનની શું વાત કરો છો, શાહ મહેમૂદ કુરેશી અને આર્મી ચીફ તે મિટિંગમાં હતા. કુરેશીએ કહ્યું હતું કે અભિનંદનને પાછા જવા દો. ખુદા કા વાસ્તા અભિનંદનને જવા દો. ભારત રાતે 9 વાગે એટેક કરવાનું છે. તે બેઠકમાં ઈમરાન ખાને આવવાની ના પાડી દીધી હતી.'


થરથર કાંપતા હતા પગ
અયાઝે  કહ્યું કે હિન્દુસ્તાન કોઈ હુમલો કરવાનું નહતું. સરકારને ઘૂંટણિયે પાડીને અભિનંદનને પાછો મોકલવાનો હતો અને તેમણે એવું જ કર્યું. આ બેઠકમાં કુરેશીના પગ કાંપતા હતા, તેઓ બધાને એમ કહીને ડરાવતા હતા કે જો અભિનંદનને ન છોડ્યો તો ભારત રાતે 9 વાગે હુમલો કરી દેશે. જ્યારે હકીકતમાં આવું કઈ જ થવાનું નહતું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube